51 શક્તિપીઠ માના પ્રથમ શક્તિપીઠ એટલે આપણું ગુજરાતમા આવેલ અંબાજી શક્તિપીઠ, જ્યાં ભાદરવા મહિનાનું ખૂબ જ રૂડો મહિમા છે તથા ભાદરવી પૂનમના મેળા માં ગુજરાત તથા સમગ્ર દેશમાંથી લાખો શ્રદ્ધાળુ માના દર્શને ઉમટી પડે છે, માતાજીના સમગ્ર ઇતિહાસમાં પ્રથમવાર આજરોજ માતાજીના નીજ મંદિર ખાતે એક ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું, જેમાં માતાજીના મંદિર પર ડ્રોનના માધ્યમથી ઉડતા ત્રિશૂળનો અવકાશી નજારો કરીને 20 કિલો થી વધારે ફૂલોની પુષ્પવર્ષા કરવામાં આવી હતી, મંદિર તથા દરેક પધારેલ માઈ ભક્તો પર આકાશમાં ઉડતા ત્રિશૂળ દ્વારા આશીર્વાદ રૂપી પુષ્પો વરસાદ થયો હતો, જેનું સમગ્ર આયોજન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કરબટિયા ગામ તથા અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ઈડરિયો ગઢ તરીકે ઓળખાતા શ્રી સુરજ જોગણીમાં શક્તિ પીઠ ના પરમ પૂજ્ય ભુવાજી શ્રી આનંદ દલુભાઈ દેસાઈ તથા સુરજ જોગણી માઈ મંડળ તથા સૂરજ જોગણી સેવકગણ અને સમસ્ત આલ રબારી પરિવાર ના સૌજન્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ, જે ત્રિશુળના દિવ્ય નજારાના દર્શન માનનીય બનાસકાંઠા ના કલેક્ટર સાહેબ તથા એમની ટીમ સહીત લાખોની સંખ્યામાં પધારેલ ભાવિક ભક્તોએ કર્યા હતા અને ભાવવિભોર થઈ ગયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ જાણકારી શ્રી સુરજ માતાજીના સેવક શ્રી દલુભાઈ દેસાઈ તથા શ્રી અમરસિંહ રાજપૂત દ્વારા આપવામાં આવી હતી, જેમાં અંબાજી મંદિર પર ખૂબ જ ટૂંકા સમયમાં ડ્રોન માધ્યમે પુષ્પવર્ષાની પરવાનગી અર્થે માનનીય કલેક્ટર સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેના બદલા માં ટેમ્પલ ટ્રસ્ટ ઓફીસ દ્વારા શ્રી સુરજ જોગણી ધામનુ માતાજી ચૂંદડી અને પ્રતિમા આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Suraj Jogani Dham Karbatiya Arranged Flowers Dropping, Drone , Ambaji Mandir, 17.09.2024,

Shree Suraj Jogani Dham Karbatiya, Arranged Flowers Dropping with help of Drone at Ambaji Mandir 17.09.2024

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *