મહેસાણા જિલ્લાના વિસનગર શહેર ખાતે દેણપ રોડ ઉપર ગણેશ ડેરીની પાસે શ્રી જાહરાજ સિકોતર ધામ મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે વૈશાખ સુદ અગિયારસનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં દર વર્ષે માતાજીના દિવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય 15માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મંદિર ખાતે નવચંડી યજ્ઞ તથા રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યુંz જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમગ્ર બાવીસી પરગણાના રબારી સમાજના ભાઈઓ બહેનો, સંતો મહંતો તથા ભુવાજીઓ જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી વાઘુભાઈ રબારી તથા શ્રી રમેશભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી. જ્યાં પરમ પૂજ્ય ભુવાજી શ્રી લેબાભાઈ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Jahraj Sikotar Dham Visnagar Celebrated 15th Patotsav on 18.05.2024
Shree Jahraj Sikotar Dham, Visnagar, 15th Patotsav, 18.05.2024,