અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના કુજાડ ગામ ખાતે શ્રી લાખા વણજારા ની મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ થયું છે, જેનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તથા આવતીકાલે અંતિમ દિવસે માતાજીની 25 કિલોની રજત મૂર્તિની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, ત્યારબાદ રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી દેવાયત ખવડ દ્વારા ભવ્ય લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવશે, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ભુવાજી શ્રી હિંમતસિંહ તથા બળદેવજી ઠાકોર અને દશરથભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Lakha Vanzara ni Meldi Ma Kujad Pran Pratishtha Mahotsav
Shree Lakha Vanzara ni Meldi Ma Kujad, Kujad, Daskroi, Pran Pratishtha Mahotsav, 25.02.2024,