તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ લાઇવ ડીજે, હાથી, ઘોડા, બગીઓ સહિતની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સ્નેહીજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
આવતીકાલથી ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં નવ કુંડાત્મક મહાયજ્ઞનું સુંદર આયોજન કરાયું છે તથા અંતિમ દિવસે માતાજીની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓના સન્માન સમારોહનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ડભોડા ગામના માજી સરપંચ શ્રી લલીતભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Umiya Dham Murti Pran Pratishtha Mahotsav Dabhoda Gandhinagar 2023
Shree Umiya Dham, Murti Pran Pratishtha Mahotsav, Dabhoda, Gandhinagar, 2023, Shree Umiya Mataji Mandir,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed