તાલુકા જિલ્લા ગાંધીનગર ના ઉવારસદ ગામ ખાતે શ્રી નરનારાયણ દેવદેશ તાબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જેમાં શ્રી સહજાનંદ સ્વામી મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ઉવારસદ ગામ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના 125 વર્ષે પૂર્ણ થતા અહીંયા ભવ્ય રજત શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે મહોત્સવ આગામી 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેના ભાગરૂપે ઉવારસદ ગામ ખાતે મંદિરના દિવ્ય સાનિધ્યમાં 125 કલાકની અખંડ ધૂન તથા 125 ઘરસભાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેનું સમાપન આજરોજ બપોરે થયું હતું, તેમજ સાંજે 125મી ઘરસભાના સમગ્ર આયોજનના યજમાન બનવાનું સૌભાગ્ય શ્રી કલ્પભાઈ શૈલેષભાઈ ઇશ્વરભાઇ પટેલને સાંપળ્યું હતું, જેમાં ઘરસભાની સાથોસાથે સમગ્ર ભાવિક ભક્તોના ભોજન પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સંતો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ગોરધનભાઈ પટેલ તથા શ્રી દક્ષેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swaminarayan Mandir Uvarsad Arranged 125 Hours akhand dhun and 125 GharSabha on Rajat Shatabdi Mahotsav 2024
Shree Swaminarayan Mandir Uvarsad, Uvarsad, Gandhinagar, 125 kalak akhand dhun, 125 GharSabha, Rajat Shatabdi Mahotsav 2024,