Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
તાલુકા જીલ્લા ગાંધીનગરના રાયસણ ગામ ખાતે ઐતિહાસિક શ્રી લીંબોજ માતાજીનુ ભવ્ય મંદિર આવેલુ છે, જ્યાં શ્રી શકત માતાજી તથા શ્રી ગોગા મહારાજ અને શિવજી પણ બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજીક પ્રવૃત્તિઓનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે મંદિરના ૨૫ વર્ષ પૂર્ણ થતા, મંદિર ખાતે પ્રથમ દિવસે સમાજના પરિચય ગ્રંથના વિમોચન રાખવામાં આવ્યુ હતુ, જેમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ તથા રાત્રિના ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે તથા આવતીકાલે દ્વિતીય દિવસે ૧૦૮ કુંડીય મહાયજ્ઞ યોજાવાનો છે તથા રાત્રિના ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો મહંતો ભુવાજીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ અને સમાજ બંધુઓ જોડાશે.
મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી લાલજીભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Limboj Mataji Mandir Raysan arranged 108 Kundiya Mahayagya on occasion of 25th Patotsav mahasuditrij
Shree Limboj Mataji Mandir, Raysan, 108 Kundiya Mahayagya, 25th, Patotsav, mahasuditrij,