ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં તખ્તેશ્વર રોડ પર પોલીસ સ્ટેશનની બાજુમા શ્રી રામદેવ નકલંક ધામ કરીને ખુબ જ સુંદર અને ભવ્ય શ્રી રામદેવજી ભગવાનનુ મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રજામત પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે એ જ રીતે અહીંયા ભવ્યાતિભવ્ય 21મી વર્ષગાંઠની ઉજવણી કરવામા આવી હતી તથા મંદિરના પૂર્વ મહંત શ્રી ખોડીનાથ બાપુની દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અહીંયા પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા, ભજન સંતવાણી તથા દ્વિતીય દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા યજ્ઞ પૂર્ણાહૂતિ અને રાત્રે દિવ્ય જ્યોત પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિરના મહંત શ્રી મહેશનાથ બાપુ, શ્રી ભરતભાઈ કડિયા તથા શ્રી નીલેશભાઈ ગોસ્વામી અને શ્રી મોતીલાલજી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdev Naklank Dham Mansa Celebrated 21st Anniversary And Murti Pran Pratishtha Mahotsav of shree Khodinath Bapu

Shree Ramdev Naklank Dham Mansa, Mansa, Gandhinagar, 21st Anniversary, Murti Pran Pratishtha Mahotsav, shree Khodinath Bapu, Patotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed