મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામ ખાતે શ્રી બળવંતી માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, , જે મંદિરના જિર્ણોદ્ધાર અને નવનિર્માણ બાદ અહીંયા ત્રિદિવસીય ભવ્યાતિભવ્ય નવનિર્માણ મહોત્સવનું આયોજન કરવામા આવ્યું હતુ, જેના પ્રથમ દિવસે નિરાશ્રિત અને નિરાધાર લોકો માટે આપના ઘર નું ભૂમિ પૂજન તથા રાત્રીના ખ્યાતનામ કલાકાર એવા ભીખુદાન ગઢવી નો ડાયરો, દ્વિતીય દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા તથા રાત્રીના ભજન સંતવાણી અને ત્રીજા અને અંતિમ દિવસે ભવ્ય યજ્ઞ પૂજન સાથે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન, શ્રી બહુચર માતાજી, શ્રી ઉમિયા માતાજી તથા શ્રી અંબાજી માતાજી ની દિવ્ય પ્રતિમાઓની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત હજારો લોકો આ દિવ્ય મહોત્સવના સાક્ષી બનીને હર્ષોલ્લાસ સાથે આ મહોત્સવમાં જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી નારણભાઇ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ તથા શ્રી ગાંડાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Balvanti Mataji Mandir Umta Visnagar Arranged Bhavya Navnirman Mahotsav 21.04.2022
Shree Balvanti Mataji Mandir Umta, Umta, Visnagar, Bhavya, Navnirman Mahotsav, 21.04.2022, Mehsana,