પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ગામ ખાતે શ્રી પાટણ 42 ઠાકોર સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય ૧૫મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૪૦ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા, કાર્યક્રમમાં સવારથી જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી.
નવયુગલોને આશીર્વાદ આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર તથા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, બેચરાજી ના ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર તથા વાવના ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોર, ટેટોડા ના મહંત શ્રી દાસ બાપુ, પાટણના ધારાસભ્ય શ્રી કિરીટ ભાઇ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો તથા સામાજિક અગ્રણીઓ પધાર્યા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી પાટણ 42 ઠાકોર સમાજના પ્રમુખશ્રી તથા સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Patan 42 Thakor Samaj Arranged 15th Samuh Lagnotsav At Vadu Patan on 07.04.2022
Shree Patan 42 Thakor Samaj, 15th Samuh Lagnotsav, Vadu, Patan, 07.04.2022