તાલુકા જિલ્લા મહેસાણા પીલુદરા ગામમા પૌરાણિક એવુ શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજી ખુબ જ એક ઐતિહાસિક અને દિવ્ય પ્રતિમામા આશરે 300 વર્ષથી બિરાજમાન છે, મંદિર પ્રત્યેક સમગ્ર ગ્રામજનોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે, એજ અર્થે અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી વર્ષ દરમિયાન કરવામાં આવે છે, એ જ રીતે અત્યારે મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા ભવ્યાતિભવ્ય રજત જ્યંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે, જેના ભાગરૂપે અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આજરોજ દ્વિતીય દિવસ ના રોજ ભવ્યતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ તથા ૧૧ કુંડીય મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી મગનભાઇ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પુજારીશ્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mandir Piludra Arranged Rajat Jayanti Mahotsav 2021
Shree Mahakali Mandir Piludra, Piludra, Mehsana, Rajat Jayanti Mahotsav, 2021,