ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામ ખાતે જ્યાં અહિયા ગુજરાતનુ સૌથી મોટુ એવુ શ્રી નારસંગા વીર મહારાજ નુ ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જ્યાં શ્રી નારસંગા વીર મહારાજ ખૂબ જ દિવ્ય અને અલૌકિક પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે કારતક સુદ સાતમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં 2019માં દાદા ની આજની તિથિ પ્રમાણે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આજરોજ મહારાજનો દ્વિતીય પાટોત્સવ ઉજવવામા આવ્યો હતો જેના ભાગરૂપે સવારે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞ પુજનનુ આયોજન કરાયુ હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો કારતક સુદ સાતમના રોજ દિવ્ય દર્શન કરીએ જેતલવાસણા ખાતે બિરાજમાન શ્રી નારસંગા વીર મહારાજના
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Narsangaveer Maharaj Mandir Jetalvasna Arranged 2nd Patotsav 2021
Shree Narsangaveer Maharaj Mandir Jetalvasna, Jetalvasna, Visnagar, Mehsana, Patotsav, 2nd Patotsav,