મહેસાણા જિલ્લાના દેદિયાસણ ગામ ખાતે શ્રી દુધેશ્વર મહાદેવનું ખૂબ જ ઐતિહાસિક અને અતિ પ્રાચીન મંદિર આવેલું છે, મંદિરનું પરિસર ખૂબ જ વિશાળ અને ભવ્ય છે જ્યાં પક્ષીઓ માટે અભ્યારણ બનાવવામાં આવી છે, મંદિર ખાતે આજરોજ ભવ્યાતિભવ્ય શિવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોરે 12 વાગ્યે મહાદેવની ભસ્મ આરતી યોજાઇ હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી શ્રી જીગ્નેશભાઈ દવે, શ્રી વિષ્ણુભાઈ કે. પટેલ, શ્રી વિષ્ણુભાઈ પી. પટેલ તથા શ્રી મનહરભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર દેદિયાસણ દ્વારા આયોજિત મહા શિવરાત્રી મહોત્સવ નિમિત્તે ભસ્મ આરતી
Shri dudheshwar Mahadev Mandir dediyasan arrange Mahashivratri Mahotsav 2021