Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
ઝુલાસણ મુકામે ઉજવાયો ૫૦૦મી રવી સભા અંતર્ગત વચનામૃત શતાબ્દી મહોત્સવ.
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ઝુલાસણ ગામ આવેલું છે, ગામમાં અતિસુંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે, જે કાલુપુર શ્રી નરનારાયણ દેવના તાબા હેઠળ આવે છે, મંદીરની સ્થાપના વિક્રમ સવંત ૨૦૩૩મા વૈશાખ વદ બારસના શુભ દિવસે કરવામા આવી હતી, મંદિર યુવક મંડળના શ્રી પિયુષભાઈ બારોટ ના જણાવ્યા અનુસાર, ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ચાર વખત પધારેલા છે, જ્યાં પ્રસાદીનો મહાદેવજી મંદિરનો ચોરો તથા પ્રસાદીનુ ઘર પણ આવેલ છે.
મંદીર દ્રારા વર્ષ દરમિયાન ઘણા ધાર્મિક ઉત્સવો યોજવામા આવે છે, જેમા મંદીરનો પાટોત્સવ, જન્માષ્ટમી વગેરે વગેરે મુખ્ય છે.
મંદિર દ્વારા ૧૬.૦૫.૨૦૧૦ થી સાપ્તાહિક રવિ સભા યોજવાનો સંકલ્પ કરવામા આવ્યો, જે અખંડ અને અવિરત રાખીને હાલ ૫૦૦મી રવિ સભા યોજવામા આવી હતી, આ પ્રસંગને ધ્યાનમા લઇને યુવક મંડળ દ્રારા ભવ્ય મહોત્સવ કરવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેની આજ્ઞા પરમ પૂજ્ય શ્રી લાલજી મહારાજ દ્રારા ૧૫.૧૨.૨૦૧૮મા સ્વ હસ્તાક્ષરે આપવામા આવી હતી,
સાથોસાથ ૨૦૦ વચનામૃત પણ પુર્ણ થતા હોવાથી ત્રિદિવસીય દ્રિશાતબ્દી વચનામૃત મહોત્સવનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. જેના અંતિમ દિવસે મંદીરને સુંદર રીતે શણગારવામા આવ્યુ હતુ,
જયાં પરમ પૂજ્ય શ્રી લાલજી મહારાજ પણ પધાર્યા હતા,
સાથોસાથ દિવ્ય શાકોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સમસ્ત ગામ સહીત આજુબાજુના ગામોએ પણ પ્રસાદનો લાહવો લીધો હતો.
મંદિર વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી પિયુષભાઈ બારોટ દ્વારા આપવામાં આવી હતી, જેમનો મુખ્ય હેતુ લોકોને આવા ધાર્મિક કાર્યો માટેની પ્રેરણા અર્થે જાગૃત કરવાનો છે.
જુઓ સંપૂર્ણ એપિસોડ તથા બીજો વિડિઓ રવિસભા ના અમુક અંશો સંવાદ સાથે.
ઝુલાસણની ૫૦૦મી રવિ સભાના સુંદર અંશો…
શ્રી સ્વામીનારાયણ મંદીર, ઝુલાસણ દ્રારા આયોજીત
૫૦૦મી રવિ સભા અંતર્ગત વચનામૃત દ્રિશતાબ્દી મહોત્સવ ૨૦૧૯
Shree Swaminarayan Mandir Jhulasan Arranged 500th Ravi Sabha and Vachnamrut Drishatabdi Mahotsav 2019
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.