તાલુકા-જિલ્લા મહેસાણાના વડોસણ ગામ માં ઉજવાયો શ્રી ચામુંડા માતાજી તથા સેંધણી માતાજીનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ.
તાલુકા-જિલ્લા મહેસાણામા વડોસણ ગામ આવેલું છે, ગામમાં શ્રી સેંધણી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર મંદિર ૬૦૦ વર્ષ કરતાં પણ પુરાણુ અને ઐતિહાસિક છે, સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી સેંધણી માતાજી તથા શ્રી ચામુંડા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સમસ્ત દિવસ દરમિયાન યજ્ઞશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંપૂર્ણ ગ્રામજનો નો ભોજન સમારંભ પણ યોજાયો હતો, રાત્રીના ભવ્ય રાસ ગરબાનો રંગારંગ કાર્યક્રમ છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગરબાની રમઝટ બોલાવશે, જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી ગામના શ્રી મેહુલસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ વીડિયો
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.