Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
સમસ્ત ગોવિંદપુરા (સમૌ), માણસા દ્વારા આયોજિત ગોવિંદપુરા ગામનો શતાબ્દી મહોત્સવ તથા શ્રી મહાકાળી માતાજીનો નવચંડી યજ્ઞ 2019
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ગોવિંદપુરા (સમૌ) ગામ આવેલું છે, ગામમાં સુંદર શ્રી મહાકાળી માતાજી તથા શ્રી રામજી મંદીર આવેલું છે, શ્રી ગોવિંદપુરા ગામને સો વર્ષ પૂર્ણ થતા, સમસ્ત ગ્રામજનો દ્વારા આ પર્વને શતાબ્દી મહોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા આજ રોજ દ્વિતીય દિવસે સવારે સમગ્ર ગામજનો ગામ બહાર નીકળીને, ગામમાં પુનઃ પ્રવેશ કર્યો હતો, જેમાં પ્રથમ પાંચ ગાય માતાઓને પ્રવેશ કરાવીને ત્યારબાદ સમગ્ર ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ભવ્ય ગ્રામ પ્રવેશ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ધર્મગુરુઓની સ્વાગત વિધિ તથા આશીર્વચનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા ભગતનું ગામ સાયલા ના પરમ પૂજ્ય ગાદીપતી શ્રી દુર્ગાદાસજી મહારાજ તથા ચરાડા વાળા પરમ પૂજ્ય શ્રી ચુંદડીવાળા માતાજી હાજર રહીને સમગ્ર ગ્રામજનોને તેમની વાણી દ્વારા સંબોધ્યા હતા.
ત્યારબાદ ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, બપોર પછી સંપૂર્ણ મંદિરોની મૂર્તિઓને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું, એના પછી ભવ્ય મહાઆરતી બાદ, શ્રી મહાકાળી માતાજીની ભવ્ય પાલખી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગામમાં માતાજીની પાલખી ફેરવવામાં આવી હતી, અને ઘરે ઘરે તેની પધરામણી કરવામાં આવી હતી, સમગ્ર ગ્રામજનો દ્વારા ઉત્સાહ ભેર તેમના ઘરે માતાજીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગ્રામજનો દ્વારા સમગ્ર કાર્યક્રમનો અહેવાલ તથા વિગત આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ દ્રિતિય દિનનો વીડિયો.
દ્રિતીય દિવસના અંતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો એવા શ્રી દિવ્યાબેન ચૌધરી તથા વિક્રમ લાબડીયા દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં હજારો લોકો ઝુમી ઉઠયા હતા.
જૂઓ ગરબાનો એપિસોડ.
અંતિમ દિવસે નવચંડી યજ્ઞ નો પ્રારંભ થયો હતો, ત્યારબાદ વડીલો દાતાશ્રીઓ તથા દિકરીઓનું સન્માન સમારોહ યોજાયો હતો, યજ્ઞ પૂર્ણાહૂતિ મહા આરતી, અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન સમિતિ દ્વારા ત્રણેય દિવસનુ ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરાયું હતું.
જૂઓ દિન ૩નો વિડિઓ.
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.