દેદીયાસણ થી રાજલધામ વિજાપુરડા પગપાળા સંઘનુ ભવ્ય આયોજન.

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકામા વિજાપુરડા મુકામે શ્રી રાજરાજેશ્વરી રાજલ સિકોતર માતાજીનુ ભવ્ય શક્તિપીઠ આવેલુ છે, જયાં રાજલ સિકોતર માતાજી સુંદર મુર્તીમા બિરાજમાન છે, મંદીરના મહંત પરમ પૂજ્ય શ્રી પ્રવીણ જય માડી છે, જેમના દ્રારા મંદીરમા માતાજીની સેવા સિવાય અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીઓ કરવામા આવે છે, જેમા મુખ્યત્વે અંધશ્રધ્ધા નિવારણ, વ્યસન મુક્તિ, અઠવાડિયાના દર ગુરુવાર તથા રવિવારે અન્નક્ષેત્ર ચલાવવામા આવે છે તથા દર વર્ષે માતાજીના મંદીરનો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે.
આ વર્ષે છેલ્લા ૧૭ વર્ષની જેમ મહેસાણા નજીકના દેદીયાસણ મુકામે થી ભવ્ય પગપાળા યાત્રા સંઘનુ આયોજન કરવામા આવ્યુ છે, જે દેદીયાસણથી ૨૯.૧૨.૨૦૧૯ને સવારે ૮.૧૭ કલાકે પ્રસ્થાન કરીને રાજલ સિકોતરધામ વિજાપુરડા સુધી જશે. જેનુ સંચાલન પરમ પૂજ્ય પ્રવીણ જયમાડી તથા પૂજ્ય નયનાબા દ્રારા કરવામા આવશે, જેમા હજારો પદયાત્રિકો જોડાશે અને માતાજીના દર્શન કરી ધન્ય થશે.

જાહેર જનતાને પણ પૂજ્ય શ્રી પ્રવીણમાડી દ્રારા આ મંગળ પદયાત્રામા જોડાવા માટેનુ હાર્દિક નિમંત્રણ આપવામા આવ્યુ છે.

શ્રી રાજરાજેશ્વરી રાજલ સિકોતર શક્તિપીઠ વિજપુરડા દ્રારા આયોજીત ૧૭મો ભવ્ય પગપાળા યાત્રા સંઘ દેદીયાસણ થી શ્રી રાજલ સિકોતરધામ વિજાપુરડા ૨૯.૧૨.૨૦૧૯

Shree Rajrajeshwari Rajal Sikotar Shaktipeeth Vijapurda Ta. Bahechraji Dist Mahesana arranged 17th Pagpala Yatra Sangh from Dediyasan to Rajaldham Vijapurda on 29.12.2019

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed