શ્રી અંબિકા માઈ મંડળ, બદપુરા દ્રારા આયોજીત
નવરાત્રી ગરબા મહોત્સવ ૨૦૧૯

Shree Ambika Maai Mandal Badpura Mansa Arranged 89th Navratri Garba Mahotsav 2019.

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં બદપુરા ગામ આવેલું છે જ્યાં શ્રી મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિર ખૂબ જ સુંદર છે, સાથે સાથે શ્રી અંબિકા માતાજીનું મંદિર પણ આવેલું છે જ્યાં શ્રી ગાયત્રી માતાજી તથા શ્રી અર્બુદા માતાજી પણ બિરાજમાન છે, ગામના શ્રી અંબિકા માઈ મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, આ નવરાત્રી મહોત્સવ છેલ્લા 89 વર્ષ થી ઉજવવામાં આવે છે, જે વિક્રમ સંવત ૧૯૮૮ ની સાલ માં શરૂઆત કરવામાં આવી હતી, જે એ વખતના માઇભક્તો શ્રી શીવાભાઈ હરગોવનદાસ દવે, શ્રી કચરાભાઈ ભગાભાઈ સુથાર, શ્રી ગોકા ભાઈ જીવરાજભાઈ દરજી, શ્રી શંકરભાઈ ખુશાલભાઈ નાયી, શ્રી ભીખાભાઈ લલ્લુભાઈ શાહ, શ્રી મગનભાઈ જેઠાભાઈ પ્રજાપતિ તથા શ્રી લાલાભાઈ ખુશાલભાઈ ચૌધરી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, તેના ઉપલક્ષમાં આજે પણ સમગ્ર ગામને સુંદર રીતે શણગારવામાં આવે છે, અહીંયા નવરાત્રી જૂની અને પારંપરિક રીતે ઉજવવામાં આવે છે, જેમાં સર્વપ્રથમ ભાઈઓ દ્વારા નવરાત્રી રમવામાં આવે છે ત્યારબાદ માતાજીની આરતી થાય છે અને થાળ પ્રસાદ ચઢાવવામાં આવે છે ત્યારબાદ બહેનો ગરબાનો લાહવો લે છે, ભાઈઓ અને બહેનો બહુ શિસ્તબદ્ધ રીતે ગરબામાં જોડાય છે, સમગ્ર વિગત ગામના માઈ મંડળ ના મંત્રી શ્રી અમૃતભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી.

ગામમાં દરેક સમાજ ખૂબ એકતાથી નવરાત્રી મહોત્સવને પૂરો પાડે છે, શ્રી અંબિકા માઈ મંડળના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ ચૌધરી તથા એમની ટીમ દ્વારા ઘણા સામાજિક તથા આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ કરવામાં આવે છે, તેમજ ગામના વિકાસમાં પણ ઘણા કાર્યો કરવામાં આવે છે.

તો આવો નિહાળીએ બદપુરાગામ ના આ ભવ્ય નવરાત્રી મહોત્સવને તથા માહિતી મેળવી એ ગામમાં આવેલા મહાકાળી માતાજી અને અંબિકા માતાજીના મંદિરની. જુઓ વીડિયો.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *