અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના દેકાવાડા ગામ ખાતે શ્રી ક્ષેમકલ્યાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૪૩ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી તથા સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ હર્ષ સાથે હજારોની સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.કાર્યક્રમ ની સંપૂર્ણ વિગત પૂર્વ પ્રમુખ ચુંવાળ ચોર્યાશી રાજપૂત સમાજ શ્રી ઇન્દ્રજીતસિંહ દિવાનસિંહ સોલંકી તથા સંસ્થાના અન્ય આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shkemkalyani Charitable Trust Arranged Samuh Lagnotsav at Dekawada Detroj 01/03/2025