અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્ય ધામ આવેલું છે, જ્યાં મૂળનાયક દાદા શ્રી વાસુપૂજ્ય સ્વામી તથા શ્રી મુનીસુવ્રત સ્વામી અને શ્રી આદિનાથ ભગવાન ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, સમગ્ર જિનાલયના પરિસરમાં અન્ય ઘણા બધા દેવી-દેવતાઓ પણ બિરાજમાન છે, અહીંયા નવ ગ્રહોના પણ મંદિરો આવેલા છે, જિનાલય ખાતે અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મહા વદ છઠનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં પરમ પૂજ્ય શ્રી લલિતસેન સૂરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય નિશ્રામા ભગવાનના સાલગીરી મહોત્સવનુ દર વર્ષે આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પાંચમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તેના ભાગરૂપે ભગવાનના ૧૮ અભિષેક તથા ધ્વજા આરોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો,જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા દેરાસર ના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ એપિસોડ