મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સેદરડી ગામ ખાતે શ્રી ખોડલધામ મંદિરનું દિવ્ય અને ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં યોજાયો હતો, જેના ભાગરૂપે મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા અંતિમ દિવસે શ્રી ખોડીયાર માતાજીની દિવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષલાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી બાબુભાઇ પટેલ તથા શ્રી ખોડાભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
સન્માનનિય શ્રીમતી ગીતાબેન બાબુભાઇ પટેલ દ્વારા પણ માતાજીના આ પાવન અવસરે જે રીતે મૂંગા પશુઓ અને પક્ષીઓને પણ એમની સૂઝબુઝ થી યાદ કરીને શ્રધ્ધા પૂર્વક જમાડવાનુ ઉમદા કાર્ય કરાયુ, એ બદલ સમસ્ત ગામ પરિવાર દ્વારા શુભેચ્છા સાથે અભિનંદન પાઠવાયા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ