Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામ ખાતે શ્રી કૃષ્ણ ભગવાનનું ખુબજ સુંદર અને ઐતિહાસિક એવું 880 વર્ષ પુરાણુ મંદિર આવેલું છે, મંદિરની પ્રતિમા આબેહુબ દ્વારકામા જેમ શ્રી કૃષ્ણની પ્રતિમાના હોય એજ રીતે દ્રષ્ટિ ગોચર થાય છે, મંદિરમાં દ્વારકા અને ડાકોરમાં જે રીતે ઠાકોરજીની સેવા પૂજા અને અર્ચના થાય છે એ જ પ્રમાણે અહીંયા પણ સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે.
મંદિર દ્વારા જન્માષ્ટમી, રામનવમી અને અનેકવિધ ધાર્મિક ઉત્સવોની વર્ષ દરમિયાન ઉજવણી કરવામાં આવે છે, એવી જ રીતે વારાહ જયંતિ અને જલજીલણી એકાદશી નિમિત્તે જલજીલણી એકાદશી મહોત્સવનું આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા પરંપરાગત રીતે બનાવેલી પાલખીમાં ઠાકોરજીને બિરાજમાન કરીને ગામના 84 વીઘામા આવેલા તળાવમા ગામના તરવૈયાઓ દ્વારા આ પારથી પેલે પાર સુધી ઠાકોરજીને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી પિયુષ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shri Krishna Mandir Valam arranged Jaljilani Ekadashi Mahotsav 15.09.2024
Shree Krishna Mandir Valam, Valam, Mehsana, Visnagar, Valamdham, Krishna Mandir Valamdham, Jaljilni Mahotsav,
#ShreeKrishnaMandir #Valam #JalJilaniAgiyaras #Visnagar #RanchhodRaiMandir #KrishnaMandir #Dwarka #Aarti #Live