ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામ ખાતે હાઇવે ઉપર જ ઐતિહાસિક શ્રી બાલાજી હનુમાનજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્રી સુદ પૂનમનો અહીંયા રૂડો મહિમા છે, જ્યાં ભવ્ય હનુમાન જન્મ મહોત્સવની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા રામ નવમી થી લઇને હનુમાન જન્મોત્સવ સુધીની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આજરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે આ કથા ની પૂર્ણાહુતિ થઈ હતી જેમાં 151 કિલો બુંદીની કેક સહિત રામયાગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિષેની સંપૂર્ણ માહિતી શ્રી મનીષભાઈ મહેતા તથા ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં મુખ્ય યજમાન શ્રી મનીષભાઈ ત્રિવેદી સહિત સર્વે પરિવારજનો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Balaji Hanuman Mandir Kesra Mahemdavad Arranged Ramkatha on occasion of Ramnavmi & Hanuman Janmotsav 2024
Shree Balaji Hanuman Mandir Kesra, Kesra, Mahemdavad, Kheda, Ramkatha, Ramnavmi, Hanuman Janmotsav, 2024,
મહેમદાવાદ : કેસરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક શ્રી બાલાજી હનુમાન મંદિર ખાતે યોજાયો ભવ્ય હનુમાન જન્મ મહોત્સવ ૨૦૨૪