ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામ ખાતે શ્રી ગોવા બાપાની મેલડી માતાજીનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં મેલડી માતાજીની સાથોસાથ શ્રી મહીસાગર માતાજી તથા શ્રી વહાણવટી માતાજી અને શ્રી ગોવાબાપા તથા શ્રી રણછોડબાપા પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર સુદ બીજનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં દર વર્ષે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ 24માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા, નવ ચંડીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ અને રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તથા ભુવાજીશ્રીઓ અને સંતોમહંતો જોડાઈને માતાજીના દિવ્યદર્શન કરીને ભોજન પ્રસાદનો લાહવો માણશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય ભુવાજી શ્રી નરેશભાઈ દેસાઈ તથા ઝાક ગાદીના મહંતશ્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Govabapa Ni Meldi Mataji Mandir Hilol Celebrated 24th Patotsav on 10.04.2024
Shree Govabapa Ni Meldi Mataji Mandir, Hilol, 24th Patotsav, 10.04.2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *