ગાંધીનગર જિલ્લાના માણસા શહેર ખાતે ટી ફોર ટી ગ્રુપ દ્વારા સમસ્ત ઠાકોર સમાજના ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનુ આજરોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 11 નવયુગોલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન ભવ્ય વરઘોડા સાથે કરવામા આવ્યું અને લગ્ન મંડપ ખાતે લગ્ન વિધિ યોજાઈ હતી, પછી પધારેલ મહેમાનો અને દાતાશ્રીઓનો સત્કાર સમારંભ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓએ જોડાઈને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી ભરતજી ઠાકોર ઉર્ફે ભરત ડીગ્રી દ્વારા આપવામાં આવી હતી, જ્યાં સંસ્થાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

T for T Group Mansa Arranged 1st Samuh Lagnotsav at Mansa on 04.04.2024
T for T Group, Mansa, 1st Samuh Lagnotsav, Mansa, Gandhinagar, 04.04.2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *