મહેસાણા જિલ્લાના કડી શહેરના નંદાસણ ગામ ખાતે ઉમાનગર સોસાયટીમાં હાઇવે ઉપર જ શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દર ૧૨માં મહિનાની 13મી તારીખે અહીંયા સુંદર પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એમ આ વર્ષે મંદિરને 25 વર્ષે પૂર્ણ થતા ભવ્ય રજત જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા શતચંડી મહાયજ્ઞનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય કાર્યક્રમ ૧૧ ડિસેમ્બર થી ૧૩ ડિસેમ્બર સુધી યોજાશે, જેમાં શતચંડી મહાયજ્ઞ ની સાથોસાથ ભવ્ય શોભાયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામાજિક ગુજરાતી નાટક અને ભવ્ય રાસ ગરબા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાયલા ગાદીના પરમ પૂજ્ય લાલજી મહારાજ પણ પધારવાના છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી નરેન્દ્રભાઈ પટેલ તથા શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Meldi Mataji Mandir Umanagar Nandasan Arranged Rajat Jayanti Mahotsav 2023
Shree Meldi Mataji Mandir,.Umanagar, Nandasan, Rajat Jayanti Mahotsav, 2023, Shatchandi Mahayagna, Saiyedo ni Meldi, Nandasan Meldi, Kadi, Mehsana,