ખોડિયાર ગ્રુપ મહેસાણાના શ્રી કાંતિભાઈ પટેલ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ તથા સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તેજ રીતે છેલ્લા અવિરત 25 વર્ષથી સરદાર જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, એમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન લોકસેવાના હેતુસર કરાયું હતુ, જેમાં 350 થી વધારે રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું, જેની સાથો સાથ 35 વારથી વધારે વખત બ્લડ ડોનેટ કરનારા 60 જેટલાં રક્તદાતાઓના સન્માન સમારોહનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જે પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી માનનીય નિતીનભાઈ પટેલ, સર્વોદય સેવા ટ્રસ્ટ વડનગર ના પ્રમુખ તથા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભાઈશ્રી સોમભાઈ ડી મોદી, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ ડી પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, સહકાર ભારતીય ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કો ઓપરેટિવ બેન્ક ઓફ મહેસાણા સ્થાપક કાંતિભાઈ એલ પટેલ ખોડીયાર ગ્રુપ મહેસાણા, ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, ખેતી બેંક ના પૂર્વ પ્રમુખ ધિરેનભાઇ ચૌધરી, દેદિયાસણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્રમુખ જી કે પટેલ, ઉત્તર ગુજરાત કેડીટ સોસાયટી ફેડરેશનના એમડી જશુભાઈ પટેલ, સર્વોદય બ્લડ બેન્કના ચેરમેન નવીનભાઈ બારોટ, મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર મિહિરભાઈ પટેલ, સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણાના સહમંત્રી મિલનભાઈ ચૌધરી, મહેસાણાના પૂર્વ કોર્પોરેટર મહેશભાઈ પટેલ, સીનીયર સિટીઝનના પ્રમુખ સોમાભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન હરિભાઈ પટેલ તથા શ્રી પ્રહલાદભાઈ પટેલ નીરમા વગેરે સહીત હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kantibhai L. Patel Khodiyar Group Mehsana Arranged Blood Donation Camp on Occasion of 148th Birth Anniversary of Shree Vallabhbhai Patel at Mehsana

Shree Kantibhai L. Patel, Khodiyar Group Mehsana, Blood Donation Camp, 148th Birth Anniversary, Shree Vallabhbhai Patel, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *