ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનોટ ગામ ખાતે શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર નવીન મંદિર નિર્માણ થયું છે, જેના દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે મંદિર ખાતે ૯ દિવસથી મહાયજ્ઞનું સુંદર આયોજન કરાયું હતું તથા ગઈકાલે ભવ્ય શોભાયાત્રા તથા રાત્રીના સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું, અને આસો સુદ નોમના આજરોજ માતાજીની દિવ્ય મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી જોગણી માતાજીની સાથો સાથ શ્રી ગોગા મહારાજ તથા શ્રી રાયસંગ વીર મહારાજની પણ દિવ્ય પ્રતિમાઓની વૈદિક મંત્ર ઉચ્ચાર તથા યજ્ઞ પૂજન સહિત પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આજરોજ સાંજના ભોજન પ્રસાદ સહિત રાત્રિના માતાજીની શક્તિ અને ભક્તિરૂપી જાતરનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી પ્રધાનજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Jogani Mataji Mandir Dhanot Kalo Arranged Murti Pran Pratishtha Mahotsav 23.10.2023,
Shree Jogani Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, 23.10.2023, Dhanot, Kalol, Gandhinagar,