કલોલ શહેરના પલસાણા રોડ ઉપર આવેલા કેશવબાગ પાર્ટી પ્લોટ ખાતે કેસરિયો ગ્રુપ દ્વારા આ વખતે પ્રથમ વખત ભવ્ય કેસરિયા ગરબા નવરાત્રી મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાંચમા નોરતે સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી કાજલબેન મહેરીયા દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ગરબા ખેલૈયાઓ તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
આયોજક શ્રી નિરવભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ મહોત્સવનું આયોજન કલોલ શહેર તથા આજુબાજુના ગામમાં રહેતી બહેન દીકરીઓને ગરબા ગાવા અર્થે બહાર ના જવું પડે અને સંપૂર્ણ સુવિધાઓ અને સલામતીથી તેઓ ગરબા ગાઈ શકે તે અર્થે કરવામા આવ્યુ છે,
સમગ્ર મહોત્સવ દરમિયાન નવરાત્રીના નવ નોરતા દરમિયાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ગરબા ની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં પ્રથમ નોરતે નીતિન બારોટ, બીજા નોરતે માનસી કુમાવત, ત્રીજા નોરતે રોહિત ઠાકોર, ચોથે દિવસે વિનય નાયક, પાંચમા દિવસે કાજલ મેહેરીયા, છઠ્ઠા દિવસે સુપર સ્ટાર વિક્રમ ઠાકોર, સાતમે નોરતે નેહા સુથાર, આઠમના દિવસે હિરલ રાવલ અને નવમા નોરતે ફરીથી કાજલ મહેરીયા દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી નિરવભાઈ પટેલ, શ્રી લાલીભાઈ પટેલ તથા શ્રી જયેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Kesariyo Group Kalol Arranged Kesariya Garba Navratri Mahotsav 2023
Kesariyo Group, Kalol, Kesariya Garba Navratri Mahotsav, 2023, Navratri2023, Garba2023

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *