કડી : ફુલેત્રા ગામના શ્રી ફૂલનાથ દાદાના દિવ્ય મંદિરે યોજાયો જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય લોકમેળો
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફુલેત્રા ગામ ખાતે પૌરાણિક શ્રી ફૂલનાથ દાદા નું ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે જન્માષ્ટમીનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે અહીંયા ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે ફુલેત્રા ગામ થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નાસ્તા ચકડોળ સહિતના સ્ટોલ સાથેનો ભવ્ય ભાતીગળ લોકમેળો યોજાયો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો તથા ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ખોડાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Fulnathdada Mandir Fuletra Kadi Arranged Lok Melo On Janmashtami 2023
Shree Fulnathdada Mandir Fuletra Kadi Arranged Lok Melo On Janmashtami 2023

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *