Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલિયા ધામ ખાતે ખૂબ જ સુંદર અને ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાથો સાથ ઐતિહાસિક શ્રી કષ્ટભંજનદેવ પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અક્ષરનિવાસી પરમ પૂજ્ય ભક્તિનંદન સ્વામીજીએ શ્રી કષ્ટભંજનદેવ પધરાવ્યાને ૧૨૫ વર્ષ પૂર્ણ થતા અહીંયા ભવ્ય રજત શતાબ્દી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે મહોત્સવ 21 થી 27 મે દરમિયાન યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો સહિત શ્રી હનુમંત ચરિત્ર કથા અને 11 કુંડીય મારુતિ મહાયજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય શ્રી પી. પી. સ્વામીજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swaminarayan Mandir Biliya Celebrated 125 Years Rajat Shatabdi Mahotsav of Shree Kashtbhanjan Dev Mandir Biliya Sidhdhpur