Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
આજરોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુંસા ગામ ખાતે શ્રી મેલડી માતાજીનનો સુંદર મઢ આવેલો છે, જ્યાં શ્રી મેલડી માતાજી ની સાથોસાથ શ્રી સિકોતર માતાજી તથા શ્રી મહાકાળી માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આઠમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમા ફૂલોથી શણગારેલી સુંદર બગીઓ અને લાઈવ ડી.જે. સાથેની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં હેલીકૉપટરથી મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેમા સમસ્ત ગુજરાતમાંથી મહામંડલેશ્વરશ્રીઓ, સંતો અને મહંતો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય મહંતશ્રી મહેશપુરી બાપજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Mahant Shree Maheshpuri Baapji Khanusa Arranged 8th Patotsav of Shree Meldi Mataji Madh 08.05.2023
Mahant Shree Maheshpuri Baapji, Khanusa, 8th Patotsav, Shree Meldi Mataji Madh, 08.05.2023,