મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લુણાસણ ગામ ખાતે સેનમા રાવત સમાજના ભાઈઓની દિવ્ય પ્રેરણાથી રાવત પરિવાર લુણાસણ દ્વારા ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ ભોજન અને સરકાર સમારંભ પછી દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં કરિયાવરમાં ટીવી ફ્રીજ તિજોરી પલંગ સહિતના ત્રણથી ચાર લાખ જેટલું કરિયાવર દીકરીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મોટી સંખ્યામાં સમાજ બંધુઓ, સામાજિક ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી શકરાભાઈ રાવત, શ્રી કેશુભાઈ રાવત તથા રાવત દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Ravat Samaj Samuh Lagnotsav Lunasan Kadi
Ravat Samaj Samuh Lagnotsav, Lunasan, Kadi,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *