તાલુકા જિલ્લા ગાંધીનગર ના છાલા ગામ ખાતે શ્રી ગોગા મહારાજ નું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જે મંદિરને ગોગા વિહત ધામ તરીકે ઓળખવામાં આવે છે, અહીંયા શ્રી ગોગા મહારાજની સાથે શ્રી વિહત માતાજી અને શ્રી મેલડી માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે તથા મંદિર પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે અને એ જ આસ્થા ભાગરૂપે આજે મંદિર ખાતે ભવ્ય શક્તિ અને ભક્તિરૂપી રમેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર ભાવિક ભક્તોના ભોજન પ્રસાદ તથા ભુવાજી અને સંતો મહંતોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી ખોડાભાઈ રબારી તથા શ્રી મહિપાલસિંહ સીસોદીયા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Goga Vihat Dham Chhala Arranged Ramel Mahotsav 15.04.2023
Shree Goga Vihat Dham Chhala, Chhala, Ramel Mahotsav, 15.04.2023,