અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના અસલાલી ગામ ખાતે મોટા ઠાકોર વાસમા શ્રી વિહત મેલડી માતાજીનો મઢ આવેલો છે, આ મઢના દિવ્ય સાનિધ્યમાં દર ચૈત્ર માસમાં માતાજીના સેવક શ્રી બાબુજી લક્ષ્મણજી ઠાકોર દ્વારા ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સમસ્ત ભાવિક ભક્તોના ભોજન પ્રસાદ તથા રાત્રે ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય જાતરનું આયોજન કરાયું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી નીતિન કોલવડા દ્વારા માતાજીના સુંદર ગુણલા ગાવામાં આવ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી બાબુજી ઠાકોર તથા શ્રી મંગાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Vihat Meldi Mataji, Pran Pratishtha Mahotsav, Vaansjada, Kalol,
Shree Babuji Thakor Aslali Arranged Bhavya Ramel At Shree Vihat Meldi Mataji Madh