મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પાલ્લી ગામમાં શ્રી ગોગા મહારાજનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, જેને શ્રી દલાભાના ગોગા મહારાજ મંદિર તરીકે સમગ્ર પંથકમા ઓળખવામાં આવે છે, મંદિર દરેક ભાવિક ભક્તો તથા રબારી સમાજ માટે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે અને તેથી જ અહીંયા ખૂબ જ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, ચૈત્ર સુદ ચૌદશનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ પૂજ્ય દલાભાના સ્મરણાર્થે અહીંયા ગામના ભવ્ય મુખ્ય પ્રવેશ દ્વારનું પૂજ્ય શ્રી કનીરામ બાપુ તથા શ્રી લખીરામ બાપુ તથા પૂજ્ય ભુવાજી શ્રી લાલજીભાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતુ, જ્યાં સંતો મહંતો તથા ભુવાજીશ્રીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
લોકાર્પણ બાદ અહીંયા ભવ્ય શોભાયાત્રા તથા મહાપ્રસાદ અને યજ્ઞ પૂજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા આજરોજ સાંજે શક્તિ અને ભક્તિ રૂપી ભવ્ય રમેલ નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પૂજ્ય ભુવાજી શ્રી લાલજીભાઈ તથા શ્રી ઇશ્વરભાઇ, પૂજ્ય લખીરામ બાપુ અને શ્રી દિલીપભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Dalabha na Goga Maharaj Mandir Palli Kadi Arranged Inauguration of New Main Gate on Memory of Pujya Dalabha
Shree Dalabha na Goga Maharaj Mandir, Goga Maharaj Mandir, Palli, Kadi, Inauguration of New Main Gate, Pujya Dalabha,