તાલુકા જિલ્લા ગાંધીનગરના ભલાવતપુરા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસિય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, આ મહોત્સવ સમગ્ર વડોદરા ગ્રામજનો તથા ભલાવતપુરાના ગ્રામજનો દ્વારા આયોજન કરવામા આવ્યો હતો, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ સહિત દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા તથા તૃતીય દિવસે શ્રી રામદેવપીર ભગવાનની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા યજ્ઞ પૂર્ણાહુતિ અને સમગ્ર ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
સમગ્ર મહોત્સવ દરમિયાન રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક ડાયરો, સંતવાણી તથા દિવ્ય પાઠનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પ્રહલાદજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Bhagwan Mandir Murti Pran Pratishtha Mahotsav Bhalavatpura ગાંધીનગર
Shree Ramdevpir Mandir, Murti Pran Pratishtha Mahotsav, Bhalavatpura, Gandhinagar, Vadodara