અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ભાવનપુર ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, ગામના સમસ્ત ઝાલા મકવાણા (ઠાકોર) પરિવાર દ્વારા કુળદેવી શ્રી ઉમિયા માતાજી ની નવીન મૂર્તિની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્ય યજ્ઞ શાળાના પ્રારંભ સહિત સુંદર શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ તથા દ્વિતીય દિવસે દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પસાજી ઠાકોર દ્વારા અપાઈ હતી, જ્યાં માતાજીના સેવક તથા સરપંચ શ્રી રમણજી ઠાકોર હાજર રહ્યા હતા.
જુઓ પ્રથમ દિવસનો સંપૂર્ણ એપિસોડ
જુઓ દ્વિતીય દિવસનો સંપૂર્ણ એપિસોડ
Zala Makwana (Thakor) Parivar Bhavanpur Arranged Kuldevi Shree Umiya Mataji Murti Pran Pratishtha Mahotsav
Zala Makwana (Thakor) Parivar, Bhavanpur, Sanand, Shree Umiya Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav,