Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
ગાંધીનગર જીલ્લાના રૂપાલ ગામ ખાતે આમજા રોડ પર અદ્દભુત એવુ શ્રી જનની ગૌ સેવા સંસ્થાન આવેલુ છે, જ્યાં અબોલ જીવો માટે ખુબ જ લાગણીશીલ સેવાકીય પ્રવૃતિઓનુ આયોજન કરવામા આવે છે, આ ગૌશાળાનુ સંકુલ ખૂબ જ મોટું છે, જ્યાં કુલ ૨૦૦૦ જેટલી ગાયો સમાવી શકાય એટલી ક્ષમતા છે તથા અત્યારે ૫૦૦ જેટલી ગાયો આ ગૌશાળામા આશ્રિત છે, ગાયોની સાથોસાથ અહીંયા દરેક અબોલ જીવોની પણ સેવા કરવામા આવે છે. ગૌશાળાથી 50 કિલોમીટરના વિસ્તારમાં કોઈપણ ગૌવંશ કે અબોલ જીવને કોઈપણ પ્રકારની તકલીફ થયેલી હોય કા તો અકસ્માત થયેલો હોય તો આ ગૌશાળા ના ટોલ ફ્રી નંબર 9638191919 ઉપર કોલ આવે છે જ્યાં બે એમ્બ્યુલન્સ તેમને અવિરત સેવા માટે 24 કલાક હાજર હોય છે, ત્યારબાદ તે અબોલ જીવને અહીં લાવવામાં આવે છે, જ્યાં અત્યંત આધુનિક પ્રકારની તમામ ડોક્ટરો સાથેની ટીમ તેને સાજા કરવામાં લાગી જાય છે, અહીંયા આઈસીયુ વોર્ડ તથા જલદ પ્રાણીઓ માટે એસી વોર્ડ અને તમામ પ્રકારની અધ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
હાલ ગૌમાતામા જે લમ્પી રોગ ચાલી રહ્યો છે તેમાં પણ ગાયોની અદભુત સેવા કરવામાં આવી છે, તથા આ લમ્પી રોગનો નાશ થાય તે માટે થઈને અહીંયા શ્રી જનની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંચ દિવસીય મહા વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ તથા તેની પુર્ણાહુતી પ્રસંગે અહીંયા ભવ્યાતિભવ્ય શ્રી રામદેવજી ભગવાનના 108 જ્યોતિના દિવ્ય પાઠનુ આયોજન કરાયુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા ગૌસેવા સંસ્થાનની સંપૂર્ણ માહિતી યજ્ઞાચાર્ય શ્રી કિરણભાઈ જોશી તથા ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ જોશી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Janani Gau Seva Sansthan Rupal Amja Road Gandhinagar Arranged Maha Vishnuyaag & 108 Jyot Paath of Shree Ramdevpir Bhagvan 190922
Shree Janani Gau Seva Sansthan, Rupal Amja Road Gandhinagar, Maha Vishnuyaag, 108 Jyot Paath, Shree Ramdevpir Bhagvan, 190922,
#JananiGauShala #ShreeJananiGauSevaSansthan #RupalAmjaRoad #Gandhinagar #ShreeJananiCharitableTrust #૧૦૮જ્યોતપાઠ #રામદેવપીરપાઠ #પાઠ #108jyotpath #ramdevpirpath