અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મંગલ પાંડે હોલ ખાતે અમદાવાદ શહેર રબારી સમાજ સેવક સમિતિ દ્વારા ભવ્ય સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સામાજિક પ્રવૃત્તિઓમાં તથા કોરોના કાળમા સમાજની સેવા અર્થે ખુલ્લા મને દાન આપનાર દાતાશ્રીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ પધારેલ સંતો, મહંતો, ગુરુશ્રીઓ તથા ભુવાજીશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું હતુ, અને ત્યારબાદ દાતાશ્રીઓ તથા સ્વયંસેવક સેવકોનુ સન્માન કરાયુ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા સમાજ અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી લાભુભાઈ દેસાઈ, શ્રી વિજયભાઈ દેસાઈ, શ્રી ભેમાભાઈ દેસાઈ તથા શ્રી અમિતભાઇ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Ahmedabad Shaher Rabari Samaj Sevak Samiti Arranged Sanman Samaroh 17.09.2022
Ahmedabad Shaher Rabari Samaj Sevak Samiti, Sanman Samaroh, 17.09.2022, Ahmedabad, Odhav,