અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા જય જગદંબા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભવ્યાતિભવ્ય વાલ્મિકી સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ૧૯ માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ સત્કાર સમારંભ યોજીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.


દિકરીઓને આશિર્વાદ આપવા માટે કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, સાબરમતીના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, ભાજપ ગાંધીનગર જિલ્લાના પ્રભારી ડૉ હર્ષદભાઇ પટેલ સહિત અનેક સામાજીક તથા રાજકીય અગ્રણીઓ પધાર્યા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી પ્રમુખશ્રી મણિલાલ ભાઈ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Jay Jagdamba Yuvak Mandal Trust Arranged 19th Valmiki Samaj Samuh Lagnotsav 15.05.2022


Jay Jagdamba Yuvak Mandal Trust, Sabarmati, Ahmedabad, 19th Valmiki Samaj Samuh Lagnotsav, 15.05.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *