ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સરખેજ ગામ માં શ્રી ખોડિયાર માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર પ્રત્યે સમસ્ત ગ્રામજનો અને ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે, માતાજીના મંદિરે મહા સુદ આઠમ નો અનેરો મહિમા છે, જ્યાં આજે મહા સુદ આઠમના રોજ ભવ્યાતિભવ્ય 14માં પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પ્રથમ દિવસે શ્રી રામદેવપીર મહારાજ ના પાઠ તથા દ્વિતીય દિવસે ભવ્યાતિભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત એ માતાજીના સેવક શ્રી રાયસંગજી ભગત તથા શ્રી પ્રતાપસિંહ ડાભી દ્વારા આપવામાં આવી હતી.


તો આવો મહા સુદ આઠમે માતાજીના જન્મોત્સવના દિવસે કરીએ દર્શન સરખેજ ગામ ખાતે બિરાજમાન શ્રી ખોડીયાર માતાજીના


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Khodiyar Mataji Mandir Sarkhej Kathlal Arranged 14th Patotsav on Maha sud Aatham 2022


Shree Khodiyar Mataji Mandir Sarkhej, Sarkhej, Kathlal, Kheda, 14th Patotsav, Maha sud Aatham, Khodiyar Jayanti, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *