પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડધામ ખાતે શ્રી સિંધવાઈ માતાજીનું ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં માતાજી ખુબ દિવ્ય અને તેજોમય પ્રતિમામા ૯૫૨ વર્ષથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવણીઓ તથા સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ માતાજીના સાતમા દિવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિર ખાતે યજ્ઞ પૂજન તેજસ્વી તારલાઓ તથા દાતાશ્રીઓનુ સન્માન સમારંભ અને રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત જ્ઞાતિજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સંસ્થાના શ્રી શંકરસિંહ સેંધવ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sindhwai Mataji Mandir Veddham Arranged 7th Patotsav 19.12.2021
Shree Sindhwai Mataji Mandir Veddham, Ved, Veddham, Sami, Patan, 7th Patotsav, 19.12.2021, Magshar Sud Punam, માગશર સુદ પુનમ, સિંધવાઈ માતાજી મંદિર, વેડધામ