Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામ ખાતે “શ્રી કાળીયા ઠાકરની જગ્યા” એવુ શ્રી કાળીયા ઠાકરનુ ખુબ જ સુંદર અને ઐતિહાસિક મંદિર આવેલુ છે, કહેવાય છે કે આ મંદિરમા ભગવાન શ્રી કૃષ્ણ આશરે ૫૫૦ વર્ષથી બિરાજમાન છે, કોમી એકતાના પ્રતીક સમાન આ મંદિર દ્વારા ખેરવા નજીક ભવ્યાતિભવ્ય “ગોકુલધામ” નુ નિર્માણ થવા જઈ રહ્યુ છે, જેમા તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આશરે ૧૦૦ વીઘામા આ ભવ્ય સંકુલ નિર્માનાધિન છે, એજ દિવ્ય જગ્યા પર 15.12.2021ના રોજ ભવ્ય ભોજનશાળા તથા ગૌશાળાનુ અતિભવ્ય ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ, જે નિમિત્તે અહીંયા ધર્મસભાનુ આયોજન કરાયુ હતુ, જેમા સમગ્ર સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓના મહંતશ્રીઓની પધરામણી થઈ હતી, જેમનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ રાત્રીના ભવ્ય લોકડાયરાનુ આયોજન કરાયુ હતુ, જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ઠાકરધણી ના ગુણલા ગાવામા આવ્યા હતા, જેમા સમસ્ત ભક્તો હર્ષોલ્લાસ સાથે ઝૂમી ઉઠ્યા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમોની વિગત અને આશીર્વચન પૂજ્ય મહંત શ્રી નારાયણદાસજી બાપુ, કોઠારીશ્રી લાલદાસ બાપુ, શ્રી ભગવાનદાસ બાપુ, શ્રી વિરમભાઇ ડાંગર તથા શ્રી દાદુ ભાઈ રબારી દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Kaliya Thakarni Jagya, Gediya Arranged khatmuhurt of Bhojanshala & Gaushala at Gokuldham Gediya 15.12.2021
Shree Kaliya Thakarni Jagya Gediya, Patdi, Surendranagar, Gediya, khatmuhurt of Bhojanshala & Gaushala, Gokuldham Gediya, online Gujarat news