બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રેજીમેન્ટ વિસ્તારમાં શ્રી રાણી ભટીયાણી માતાજી નું ખૂબ જ સુંદર અને ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં માતાજી આશરે બસો વર્ષથી બિરાજમાન છે, માતાજી પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે જેના કારણે સમગ્ર દેશમાંથી માતાજીના દર્શનાર્થે અહીંયા મોટી ભીડ થાય છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે તે જ રીતે આજરોજ 20મા પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે 16 11 2021 ના રોજ રાત્રિના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા 17 11 2021 ના રોજ ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી યજ્ઞ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ ધજા દંડ ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત માઇભકતો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી કોકીલાબેન તથા શ્રી કલાવતીબેન દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Rani Bhatiyani Majisa Mandir Regiment Deesa arranged 20th Patotsav 2021
Shri Rani Bhatiyani Mandir Dessa, Rani Bhatiyani Mandir Regiment, Dessa, Rani Bhatiyani Majisa Mandir Deesa, Banaskantha, regiment, 20th Patotsav