ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ભાવપુરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં ઐતિહાસિક સમયથી આશરે બસો વર્ષથી બિરાજમાન છે, શ્રી મહાકાળી માતાજી ની સાથે સાથે અહીંયા થી શ્રી ઉમિયા માતાજી તથા શ્રી લક્ષ્મી માતાજી ના પણ બેસણા છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દિવાળી ગરબા મહોત્સવનો અહિયાં ખૂબ જ અનેરો મહિમા છે, જેમા સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય દિવાળી ગરબા મહોત્સવનો આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે, તેના ભાગરૂપે સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે ગરબે ઘૂમે છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિરના પૂજારી શ્રી અશ્વિનપુરી ગોસ્વામી તથા ગામના સરપંચ શ્રી ભર્ગેશભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Makakali Mandir Bhaupura Arranged Diwali Garba Mahotsav 2021
Shree Mahakali Mandir Bhaupura, Bhaupura, Kalol, Gandhinagar, Diwali Garba Mahotsav, Mahakali Seva Mandal Bhaupura,