ગુજરાતના મંદિરો ના કેમપેન હેઠળ આજે આપણે હવે છીએ તાલુકા-જિલ્લા ગાંધીનગરના સુઘડ ગામ ખાતે જ્યાં શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજીના સાથોસાથ શ્રી સુઘડેશ્વર મહાદેવજી, શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી બળીયાદેવજી તથા શ્રી રામદેવપીર ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે કાળી ચૌદશનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં કાળી ચૌદસની રાતે અહીંયા પરંપરાગત લોકમેળા તથા કાળી ચૌદસ ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે, જેમાં આજે પ્રથમ દિવસે લોક ગાયક કાજલ મહેરીયા દ્વારા ભવ્ય ગરબા ની રમઝટ બોલાવવામા આવી હતી જેમા સમસ્ત ગ્રામજનો તથા સમસ્ત પધારેલ મહેમાનો હર્ષોલ્લાસ સાથે ઝુમી ઉઠયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા ગામના સરપંચ શ્રી જયંતીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mandir Sughad Arranged Traditional Kali Chaudash Garba Mahotsav 2021
Sughad, Gandhinagar, Mahakali Mandir, kali chaudash Garba Mahotsav