મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ધોળાસણ ગામ ખાતે શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી નિર્માણ પામેલ મંદિરનો આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ યજ્ઞ પૂજન કરીને માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં કરવામાં આવી હતી જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના દશરથભાઈ પટેલ તથા શ્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Dholasan Gaam arranged photo Pran Pratishtha of Shri jogani Mataji Mandir 16.10.2021