ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામ માં જ્યાં શ્રી અંબિકા માતાજી તથા શ્રી ઉમિયા માતાજીનુ ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં બંને જગતજનની માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ સુંદર નવરાત્રી મહોત્સવ ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગ રૂપે દરરોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય ગરબાની રમઝટ બોલાવવામાં આવતી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના અને અત્યારે પલીયડ બેઠકના ડેલિગેટ શ્રી અનિલભાઈ પટેલ તથા શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Mokhasan Navratri Mahotsav 2021