Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડાઆદરજ ગામમાં શ્રી રામદેવજી મહારાજ નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા દર મહીને સુદ બીજ મહોત્સવ ઉજવવામાં આવે છે તથા દરવર્ષે રામદેવપીરના દિવસોમાં રામદેવ નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે, એ જ રીતે આ ભાદરવા મહિનામા પણ રામદેવપીર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ રાત્રીના ભજન કીર્તન નું આયોજન કરવામાં આવે છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાય છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ રામદેવજી ભક્ત તથા ગામના શ્રી રામાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
તો આવો ભાદરવાના રામદેવ નવરાત્રી મહોત્સવમાં દિવ્ય દર્શન કરીએ મેડા આદરજ ગામના શ્રી રામદેવજી મહારાજના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevji Maharaj Mandir Meda Adraj Arranged Divya Darshan on Ramdev Navratri Mahotsav 2021
Ramdevpir Mandir Meda Adraj, Meda Adraj, Kadi, Mehsana, Ramdev Navratri Mahotsav,