બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સરીપડા ગામ ખાતે શ્રી નારસુંગા વીર મહારાજ નું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી નારસુંગા વીર મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, આ મંદિર ખુબ જ પ્રાચીન છે એમ કહેવામાં આવે છે કે ગાય માતાની રક્ષા કાજે નારસુંગા વીર મહારાજ એ પોતાનું બલિદાન આપ્યું હતું તે નિમિત્તે તેમનું મંદિર બનાવવામાં આવ્યું હતુ, મંદિરના પરિસરમાં શ્રી હનુમાનજી, શ્રી જગદીશ્વર મહાદેવ તથા શ્રી વારાહી માતાજી પણ બિરાજમાન છે, દર મહિનાની સુદ પાંચમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં હજારો ભાવિક ભક્તો અહીંયા વીરબાપા ના દર્શનાર્થે ઉમટે છે, જેના ઉપલક્ષમાં અહીં મોટો મેળો પણ ભરાય છે, મંદિર દ્વારા દાતાશ્રીઓ ના સહયોગથી અહીંયા ચા નાસ્તા તથા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જ્યાં જ્યાં દૂરદૂરથી પધારેલા ભાવિક ભકતો ભોજન પ્રસાદ લઇ શકે છે.
મંદિર તથા મંદિરની પ્રવૃત્તિઓની સંપૂર્ણ માહિતી સરીપાડા ગામના શ્રી જયંતીભાઈ ઠાકોર તથા શ્રી મુકેશભાઈ રાવલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો ભાદરવા સુદ પાંચમના રોજ દિવ્ય દર્શન કરીએ સરીપડા ગામ ખાતે બિરાજમાન શ્રી વીર મહારાજના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Narsanga Veer Maharaj Mandir saripada Banaskantha arranged Divya Darshan on bhadarva Sud Pancham 2021
Shri narsanga Veer Maharaj Mandir saripada saripada Palanpur શ્રી નારસુંગા વીર મહારાજ મંદિર વડા વાડા પાલનપુર બનાસકાંઠા નારસુંગા વીર મહારાજ સરીપાડા